Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિદ્યાલયમાં બોર્ડ પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન...

આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિદ્યાલયમાં બોર્ડ પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિધાલય મોરબી દ્વારા 29 ડીસેમ્બર 2025 ના રોજ ધોરણ 10 અને 12 ના વિધાર્થીઑ માટે બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા તેમજ કારકિર્દીનું ઘડતર અંગે સેમીનાર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં પરીક્ષાની તૈયારી, કારકિર્દીનું ઘડતર તેમજ ભવિષ્યની સમસ્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલસાહેબ એમ. વિડજા એ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેનશ્રી પ્રસાદસાહેબ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના BBA, BCA  ના આચાર્યશ્રી અને પ્રોફેસર ડો. હિરેનસાહેબ મહેતા અને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના એડમીન વિભાગના HOD હિતેષસાહેબ સોરીયા એ આ અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઈન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના આવા પ્ર્યત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments