મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી.કે. લહેરુના અધ્યક્ષ સ્થાને સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા માટે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકારણમાં બ્રહ્મ સમાજનું યોગદાન અને સક્રિયતા વિષય પર તારી 28 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના પરશુરામધામ ખાતે આ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધામાં 1 થી 75 વર્ષની ઉંમરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થનારને લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા. જેમાં ઠાકર માહી, ભટ્ટ ધૈર્ય, આર્ય અને હેમાબેન જોષી, ભટ્ટ જલધી, અઉણ શુક્લ તથા વકીલ યતીન દવે વિજેતા જાહેર થયા હતા. તમામને પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર પ્રમાણે આર્ટીકલ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વકીલ જગદીશ ઓઝા, રવિન્દ્ર ત્રિવેદી, નીરવ રાવલ રહ્યા હતા. આ પ્રસંગે વિનુભાઈ ભટ્ટ, ભુપતભાઈ પંડ્યા, ડો. રાજુભાઈ ભટ્ટ, હિતેષ ભટ્ટ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા.









