Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં જાહેરમાં ગંદકી – પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ ફટકારતી પાલિકા

વાંકાનેરમાં જાહેરમાં ગંદકી – પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ ફટકારતી પાલિકા

વાંકાનેરની પાલિકા નવા વર્ષે નવી ઉર્જા સાથે શહેરની સ્વચ્છતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે લડવા મેદાને અનેક વેપારીઓ દંડાયા

શહેરની નગરપાલિકા દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૬ ના રોજ જાહેરમાં ગંદકી કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો તથા લારી ગલ્લા સામે મેદાનમાં ઉતરી દંડનીય કામગીરી હાથ ધરી હતી. પાલિકાના કર્મચારીઓ સવારથી જ મેઈન બઝારમાં જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી દંડ ફટકાર્યો હતો તેવી જ રીતે માનવ જીવનને હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા અનેક વેપારીઓ દંડાયા હતા. પાલિકા દ્વારા કુલ રૂ.૪૬૦૦ ની દંડાત્મક રકમ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. હજુ શહેરની સ્વચ્છતા જાળવવા માટે જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ , લારી ગલ્લા તેમજ ચા ની હોટલો વાળાને તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments