Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવા વર્ષની ઉજવણી રક્તદાન કેમ્પ સાથે કરતુ પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ

નવા વર્ષની ઉજવણી રક્તદાન કેમ્પ સાથે કરતુ પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ

નવા વર્ષની ઉજવણી સૌ કોઈ ડાન્સ સહિતની પાર્ટી કે જમણવાર સહિતના મોટા ખર્ચાઓ કરીને કરતા હોય છે પરંતુ મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરવામાં આવી છે જેમાં રક્ત્દાતાઓએ જાગૃતતા દર્શાવીને રક્તદાન કર્યું હતું

નવું વર્ષ તમામ લોકો માટે સુખાકારી અને તંદુરસ્તા લાવે તેવી પ્રાથના સાથે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નવા વષના પ્રથમ દિવસે રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી મંદિર ખાતે મોરબી સિવિલ હોસ્પીટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં રક્ત્દાતાઓએ જાગૃતતા દર્શાવીને રક્તદાન કર્યું હતું જેથી ૫૦ બોટલ રક્ત એકત્ર થયું હતું જે રકત સિવિલ હોસ્પીટલમાં આવતા દર્દીઓ માટે આર્શીવાદરૂપ શાબિત થશે તેમજ કટોકટીના સમયમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવે તો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંચાલિત બ્લડ બેંકમાંથી રક્ત મળી શકે અને દર્દીઓનોના જીવ બચી તેવો શુભ નિર્ણય પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો.
તેમજ કૃણાલભાઈ કોટડીયા એ ૨૦ થી વધુ વખત રક્તદાન કરી વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી

આ રક્તદાન કેમ્પમાં પાટીદાર વુમન્સ ગ્રુપના કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, ડો અંકિતા પટેલ, આશાબેન ભાલોડિયા, ક્રિષ્નાબેન પનારા, નીરૂબેન સરડવા, અલ્પાબેન કાસુન્દ્રા, રૂપલબેન પનારા, ચંદ્રાબેન કાબરા, હીનાબેન પટેલ, હર્ષાબેન પટેલ, ડો ખ્યાતિ પટેલ,શોભનાબેન કણસાગરા અને પૂજાબેન સરડવા સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments