ટંકારા : આજે તારીખ 2 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સવારે 10-30 કલાકે આર.ટી.ઓ મોરબી દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યોની સાથે રાખીને ટંકારાની ઓરપેટ કન્યા છાત્રાલય રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ઉદ્દઘાટન નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મૂકી કરાયું હતું. આ પ્રસંગે એ.આર.ટી.ઓ આર.પી.પ્રજાપતિ, ટંકારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ઓરપેટ કન્યા છાત્રાલયના કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
મંચસ્થ મહાનુભાવો દ્વારા આર.ટી.ઓ. પોલીસ, છાત્રાલયનો સ્ટાફ અને 150થી વધુ વિદ્યાર્થિનીઓને માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2026 દરમિયાન આર.ટી.ઓ તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવનાર માર્ગ સલામતીના કાર્યક્રમોની જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને આવનારા ભવિષ્યમાં એક સાચા અને સજાગ વાહનચાલક કેવી રીતે બનવું, રસ્તા પર થતા અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરનાર માટે રાહવીર યોજના, એન્ફોર્સમેન્ટની કામગીરી એ માર્ગ સલામતીનું જ એક અંગ છે, ટ્રાફિકના નિયમો જાણવા અને તેનું પાલન કરવું વગેરે વિષય પર વિદ્યાર્થિઓને સમજૂતી આપવામાં આવી હતી.












