મોરબી : માળિયા મિયાણા તાલુકાના ખેડૂતોના કપાસની ખરીદી માટે સીસીઆઈ ખરીદ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું જે ખરીદ કેન્દ્રમાં સપ્તાહમાં બે દિવસ જ ખરીદી થતી હોય બીજી તરફ ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચાણ માટે આવતા હોય છે પરંતુ કપાસ ખરીદી માટે સીસિઆઈ માં વેઈટીંગ રહેતું હોય જેના કારણે અનેક ખેડૂતો કપાસ ને સમયસર વહેચી શકતા ન હોય આ બાબતે માળિયા પંથકના ખેડૂતો અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય મંત્રી કાન્તીભાઈ અમૃતિયાને કપાસ ખરીદીના દિવસ વધારવામાં આવે તેવી રજૂઆત કરતા કાંતિભાઈ અમૃતિયાએ સબંધિત વિભાગના મંત્રીને સૂચન કરતા વિભાગ દ્વારા માળીયાના સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદી માટેનો સમય બે દિવસથી વધારી ત્રણ દિવસ કર્યો છે જેથી આગામી સોમવારથી સપ્તામાં ત્રણ દિવસ ખેડૂતો તેમનો કપાસ વેચવા આવી શકશે. માળિયાના CCI ખરીદ કેન્દ્રમાં હવે સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી થશે









