મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આવતીકાલે તારીખ 4 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન 84મા પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે. આ સાથે ભાણદેવજી લિખિત ‘હિમાલયના રહસ્યોની કથા’ પુસ્તકનો પરિચય મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા દ્વારા કરાવવામાં આવશે. સાથે જ પુસ્તક પરબ મોરબી ટીમ દ્વારા જણાવાયું છે કે, રીનોવેશન બાદ સરદાર બાગ પુનઃ શરૂ થઈ ગયો હોવાથી પુસ્તક પરબ હવેથી રાબેતા મુજબ સરદાર બાગમાં જ યોજાશે. તો રવિવારે આયોજિત પુસ્તક પરબમાં વાંચનપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.









