મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગથી એલઈ કોલેજ તરફ જતો રસ્તો કામગીરીને કારણે બંધ કરાયો હતો. જે આજથી શરૂ કરાયો છે. કટકે કટકે બનાવવામાં આવી રહેલા રોડનો છેલ્લો કટકો બાકી છે ત્યારે તેને મહાનગરપાલિકા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
આ માર્ગ બંધ હોવાને કારણે અવરજવર માટે અન્ય રસ્તા પરથી પસાર થવું પડતું હતું તેમજ પરિણામે પોસ્ટ ઓફિસ ફાટક પાસે ટ્રાફિક જામની સમસ્યા નિયમિત જોવા મળતી હતી. ત્યારે મહાનગરપાલિકાએ આપેલા વાયદા મુજબ, આજે તારીખ 3 જાન્યુઆરીથી આ બંધ રહેલો રસ્તો ખૂલતાં હવે વાહનચાલકો સરળતાથી અવરજવર કરી શકશે. ખાસ કરીને, બ્રિજ નીચેથી કેસર બાગ થઈને સામાકાંઠા તરફ કે શોભેશ્વર રોડ સહિતના વિસ્તારોમાં જવું હોય તો હવે આ માર્ગનો ઉપયોગ થઈ શકશે.









