Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદુર્ઘટનાઓમાં પુરાવાઓ નાશ પામ્યા હોય તેવા લોકોના મતદાર યાદીમાં નામ ચઢાવવા મોરબી...

દુર્ઘટનાઓમાં પુરાવાઓ નાશ પામ્યા હોય તેવા લોકોના મતદાર યાદીમાં નામ ચઢાવવા મોરબી આપ નેતા કાંતિલાલ ડી બાવરવાની રજૂઆત

મોરબી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવા એ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર ને લેખિત રજૂઆત ક૨ીને મોરબી જિલ્લામાં તેમજ ગુજરાત ભરમાં ભૂકંપમાં તેમજ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના પુરાવાઓ નાશ પામ્યા હોય તેઓના નામ મતદારયાદીમાં ચઢાવવા માટે યોગ્ય વ્યવસ્થા ક૨વા રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં 1979માં આવેલ પુર તેમજ 2001 માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામ્યા છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવીને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઈ શકે તે માટે યોગ્ય કરવામાં આવે. આવી પરિસ્થિતિ ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ ઉદભવેલ છે. તો ગુજરાત ભરમાં આ માટે યોગ્ય ક૨વા માંગણી કરવામાં છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments