મોરબી : મોરબીના ઐતિહાસિક એવા નહેરૂગેટના ઉપરના ભાગેથી પથ્થરો તૂટીને પડ્યા હોવાની ઘટના સામે આવી છે. એક બાળક પતંગ ઉડાવતો હોય, તેનો દોરો ત્યાં ઘસાતા આ પથ્થરો ખરીને નીચે પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વેળાએ ત્યાં નીચે ઘણા લોકો પણ હતા. સદનસીબે કોઈને ઈજાઓ પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સિટી ઇજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું કે આ મામલે તેઓ તપાસ ક૨શે.











