Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સરદાર કથાનો પ્રારંભ :મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ

મોરબીમાં સરદાર કથાનો પ્રારંભ :મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ

મોરબી : સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો લોકો સુધી પહોંચાડવા મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ગોપાલભાઈ ચમારડીના સંયુકત ઉપક્રમે આજથી ત્રણ દિવસની સરદાર કથાનો પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો પધારી કથા શ્રવણ કરી રહ્યા છે.

આ કથાનો સમય રાત્રે 9થી 12 વાગ્યા સુધીનો છે. કથા નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી પટેલ કન્યા છાત્રાલય ખાતે યોજાઈ રહી છે. જેમાં વક્તા તરીકે શૈલેષભાઈ સગપરીયા છે. સરદાર પટેલે દેશ માટે અને સમાજ શું કર્યું તે તો લોકોને ખ્યાલ છે. પણ તેઓ કેવા પિતા હતા, કેવા પતિ હતા. તે સહિતની અનેક જાણવા જેવી બાબતો આ કથામાં લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આ કથાના આજે પ્રથમ દિવસે કન્યા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ત્રમ્બકભાઈ, પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા,પી.ડી.કાંજીયા,જયંતિલાલ પટેલ,નિલેશભાઈ કુંડારીયા,જીતુ ભાઈ વડસોલા,સિરામિક ઉદ્યોગકારો નિલેશભાઈ જેતપરિયા, કે.જી.કુંડારિયા, તેમજ શિક્ષણ જગતના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments