Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો

મોરબીમાં વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૫૨ કેમ્પમાં કુલ ૧૪૭૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન કરાયું

મોરબી : મોરબી જલારામ ધામ ખાતે સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો હતો. જ્યારે અત્યાર સુધીના ૫૨ કેમ્પમાં કુલ ૧૪૭૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.જેમા ૩૬૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૧૭૪ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા સંસ્થા દ્વારા વિનામુલ્યે કરવામા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગ થી યોજાયો હતો. આ તકે વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો.અશ્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૫૧ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૧૪૪૦૩ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૬૫૪૩ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૩૬૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૭૪ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા,સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર,સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની,મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા શ્રી જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.

વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments