મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આગની દુર્ઘટનાઓ નિવારવા અને જાન-માલનું નુકસાન અટકાવવા માટે ફાયર પ્રિવેન્શન અંતર્ગત ગત તારીખ ૩૦ ડીસેમ્બર થી ૫ જાન્યુઆરી દરમિયાન ફાયર વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં તાલીમ શીબીરો યોજવાની સાથે ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી
છેલ્લા પાંચ દિવસમાં ફાયર વિભાગ દ્વારા ૫ જેટલી ઇન્ડસ્ટ્રીઝમાં ૧૫૪ કર્મચારીઓને અગ્નિશમન સાધનોના ઉપયોગ અંગે પ્રેક્ટીકલ તાલીમ આપ્પ્વામાં આવી હતી. આ ઉપરાંત શહેરની સમાજવાડીઓ, કોમર્શીયલ કોમ્પ્લેક્સ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર NOC અંગે ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં નિયમ વિરુદ્ધ જણાતા એકમોને નોટીસ આપી જરૂરી ગાઈડલાઈનનું પાલન કરવા સુચના અપાઈ હતી. કડક કાર્યવાહીના ફળસ્વરૂપે અગાઉ અપાયેલી નોટીસના પગલે અત્યાર સુધીમાં ૧૫૮ કોમ્પ્લેક્સ અને ૩૪ સમાજવાડીઓમાં ફાયર સીસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
વધુમાં, આ સમયગાળા દરમિયાન મોરબી ફાયર વિભાગે પાંચ આગના બનાવો અને એક રેસ્ક્યુ કોલમાં સફળતાપૂર્વક કામગીરી કરી હતી. આધુનિક સાધનો અને PPE કીટ (હેલ્મેટ, ગમબૂટ, વન લેયર શૂટ અને હેન્ડ ગ્લોવ્ઝ) થી સજ્જ જવાનો દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવી હતી.











