VHP સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રસાર/વિમર્ષ સહ પ્રમુખ તરીકે ભાવિકભાઈ ભટ્ટ, જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે નેવિલભાઈ પંડિત અને હાર્દિકભાઈ ભટ્ટને જિલ્લા સહમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ
મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય મહત્ત્વપૂર્ણ બેઠક તારીખ 3 અને 4 જાન્યુઆરી, 2026ના રોજ ધોરાજી નજીક આવેલા ફેરણી ગામના સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીમહારાજ ધામ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનની પ્રવૃત્તિઓ અને આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ સંસ્થાના માળખાને વધુ મજબૂત કરવા માટે નવા દાયિત્વની નિયુક્તિઓ જાહે૨ ક૨વામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના ત્રણ કાર્યકરોને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
મોરબી જિલ્લામાંથી ભાવિકભાઈ ભટ્ટને વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રસાર/વિમર્ષ સહ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, નેવિલભાઈ પંડિતને VHP મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ અને હાર્દિકભાઈ ભટ્ટને VHP મોરબી જિલ્લા સહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાએ નવનિયુક્ત પદાધિકારીઓને તેમની નવી જવાબદારી બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
આ બેઠકમાં કર્ણાવતી ક્ષેત્ર પાલક ગોપાલ જી, ક્ષેત્રિય સંગઠન મંત્રી શ્રીરંગ રાજે જી, પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભિંડી, ઉપાધ્યક્ષ હંસાબેન મકાની, પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા,સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર અને રસિકભાઈ કણજારીયા, પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી સહિત અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.











