શ્રમદાન ફોર મોરબી હેઠળ મનપાના સફાઈ અભિયાનમાં 180 લોકો જોડાયા
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અવની પાર્ક મેઈન રોડ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર, મહાનગરપાલિકાનો સ્ટાફ, મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ તથા નાગરીકો સહિત અંદાજીત ૧૮૦ લોકો જોડાયા હતા.
સફાઈ અભિયાન દરમિયાન ૬ ટ્રેક્ટર, ૧ બ્લેક હો લોડર, 2 ફ્રન્ટ હો લોડર દ્વારા અંદાજીત ૩૫ ટન સોલિડ વેસ્ટ તથા સીએન્ડડી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જંગલ કટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં શ્રમદાન દરમિયાન બજરંગ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં નાગરીકોને ઘન કચરા વ્યસ્થાપન તથા સોર્સ સેગ્રીગેશન (સુકો તથા ભીનો કચરો અલગ રાખવા) માટે માહિતગાર કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને “શ્રમદાન ફોર મોરબી” નું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવ્યુ છે. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “શ્રમદાન ફોર મોરબી” કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લ્યે તેનું આહ્વાન કરવામાં આવે છે. તેમ નાયબ કમિશ્નર (પ્રોજેક્ટ)ની યાદીમાં જણાવાયું છે.










