Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ફક્ત બહેનો અને બાલિકાઓ માટે 213મો એક દિવસીય ચામડી સારવાર કેમ્પ...

મોરબીમાં ફક્ત બહેનો અને બાલિકાઓ માટે 213મો એક દિવસીય ચામડી સારવાર કેમ્પ યોજાશે

મોરબી: ડૉ. હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા 213મા એક દિવસીય ચામડીના દર્દોની સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે ફક્ત બહેનો અને બાલિકાઓ માટે છે. આ કેમ્પનું આયોજન સ્વ. પરાગ બળવંત ભાઈ મહેતાના સૌજન્યથી, તેમના પિતા બળવંતભાઈ મહેતા (મુંબઈ)ના હસ્તે થઈ રહ્યું છે.

ગોલ્ડ મેડાલિસ્ટ અને ચામડીના દર્દોના નિષ્ણાત ડૉ. ચાંદનીબેન લિખિયા (M.B.D.V.D.) દ્વારા આ કેમ્પમાં નિદાન અને સારવાર આપવામાં આવશે. આ કેમ્પ 18/01/2026 ને, રવિવારના રોજ સવારે 09:30 થી 12:30 સુધી ધન્વંતરી ભવન 3, કાયાજી પ્લોટ, મોરબી ખાતે યોજાશે. જેની રજિસ્ટ્રેશન ફી રૂ. 100 નિર્ધારિત કરી છે, જે દવા દ્વારા પરત મળશે.

આ કેમ્પમાં ધાધર, ખસ, ખરજવું, ગુમડાં, શીળસ, અળાઈ, વાઢીયા, ખીલ, સોરાયસીસ, હર્પીસ, ખંજવાળ જેવા ચામડીના રોગો, તેમજ નખના રોગો (નખ ભટકી જવા, વારંવાર ચેપ લાગવો) અને વાળના રોગો (ખોડો, ઉંદરી, તાલ, વાળ ઉતરવા) વગેરેનું નિદાન કરવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે, કેમ્પમાં ફક્ત 70 દર્દીઓને જ લેવામાં આવશે. નામ નોંધાવવાની છેલ્લી તારીખ 12/01/2026 છે. સમય મર્યાદા પછી નામ નોંધવામાં આવશે નહીં. ઈચ્છુક બહેનોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે ડૉ. હસ્તીબેન મહેતાનું દવાખાનું, ગાંધી બઝાર, ગ્રીન ચોકનો સંપર્ક કરવા ડૉ. બિપિનભાઈ લહેરુની યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments