મોરબી : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર આવેલ ફર્સ્ટ લાઇક હોટલ નજીક મોરબી એસઓજી ટીમે દરોડો પાડી 4.829 કિલોગ્રામ ગાંજા સાથે મૂળ ઝારખંડના વતની અને હાલમાં રાતાવીરડા ગામની સીમમાં રહેતા એક યુવાનને ઝડપી લઈ નારકોટિક્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે વાંકાનેર મોરબી હાઇવે પર વઘાસિયા ટોલનાકા નજીક એક શખ્સ ગાંજા સાથે ઉભો હોવાની બાતમી મળતા દરોડો પાડતા ટોલનાકા નજીક આવેલ ફર્સ્ટ લાઇક હોટલ પાસેથી આરોપી રમન રાજેશ શાહ ઉ.26 રહે.હાલ રાતાવીરડા ગામની સીમ, મૂળ રહે.ઝારખંડ નામનો શખ્સ 4.829 કિલોગ્રામ ગાંજા સાથે મળી આવ્યો હતો.પોલીસે આરોપીના કબજામાંથી ગાંજો કિંમત રૂપિયા 2,41,450 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂ.2,46,450ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.











