ટંકારા : ટંકારા તાલુકામાં પોલીસે સરપ્રાઇઝ કોમ્બીંગનું આયોજન કરી દેશી દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલ 6 મહિલા સહિત 13 લોકોને ઝડપી લીધા હતા. આ સાથે 109 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ પકડાયેલા શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસે તા.7 અને 8ના રોજ પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે સરપ્રાઇઝ કોમ્બીંગ રાખ્યું હતું. જે સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર ડીવીજનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી દારૂની પ્રવૃતિ સાથે જોડાયેલા 13 શખ્સોને પકડવામાં આવ્યા હતા. આ સાથે બે શખ્સોને પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા. ઉપરાંત દેશી દારૂ 109 લીટર કિંમત રૂ.21,800નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કોમ્બિંગમાં ભરતગીરી પ્રભાતગીરી ગૌસ્વામી રહે.સરાયા, અમૃતભાઇ નાગજીભાઇ ચૌહાણ રહે. લજાઇ, હસીનાબેન રફીકભાઈ પંજવાણી રહે. લજાઈ, અમૃતભાઈ આલાભાઈ ચાવડા રહે. લજાઇ, મનીષભાઈ બરકતઅલી પંજવાણી રહે. લજાઇ, જયાબેન કરમશીભાઈ વાઘેલા રહે.અમરાપર રોડ, ટંકારા, અમરતબેન મનજીભાઈ વાઘેલા રહે. અમરાપર રોડ, ટંકારા, પારૂલબેન રાયધનભાઈ વાઘેલા રહે. અમરાપર રોડ, ટંકારા, અજયભાઇ વીરજીભાઈ વાઘેલા રહે, જુના હડમતીયા રોડ, ટંકારા, રજાકભાઇ હસનભાઈ મકવાણા રહે. ટંકારા PWD બંગ્લા પાછળ તા.ટંકારા, હરજીવન ઉર્ફે હરીભાઇ રવજીભાઇ ચાવડા રહે, હડમતીયા તા.ટંકારા, સોનીબેન ધારશીભાઈ સાડમીયા રહે. જયનગર તા.ટંકારા, મનીષાબેન નવઘણભાઇ સાડમીયા રહે. જયનગર તા.ટંકારાવાળાને પકડવામાં આવ્યા હતા.













