Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાના “એક શાળા એકવારનો કાર્યક્રમ” અંતર્ગત વિદ્યાર્થીઓને શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરીની શૈક્ષણિક...

મોરબી મનપાના “એક શાળા એકવારનો કાર્યક્રમ” અંતર્ગત વિદ્યાર્થીઓને શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરીની શૈક્ષણિક મુલાકાત

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “એક શાળા એકવારનો કાર્યક્રમ” અંતર્ગત શકત શનાળા પ્લોટ શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરીની મુલાકાત કરાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં રહેલ વિવિધ પુસ્તક તથા લાઇબ્રેરીમાં થતી વિવિધ કામગીરી અંગે જાણકારી આપવામાં આવી.

મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવા તથા સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને સૂકા કચરા અને ભીના કચરાના નિકાલ વગેરે બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને લાઇબ્રેરીની મુલાકાત લેવા આવવા અને જવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા સિટી બસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. લાઇબ્રેરીની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે શાળાના મદદનીશ શિક્ષિક નરભેરામભાઈ લાલજીભાઈ દઢાણીયા સાથે રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ હર્ષદભાઈ મારવણીયાએ મોરબી મહાનગરપાલિકા, શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી તથા મોરબી મહાનગરપાલિકા આયોજિત સિટી બસ સર્વિસનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments