મોરબીમાં લખધીરપુર રોડ પર આવેલી મુખ્ય કેનાલમાં એક નંદી મહારાજ છેલ્લા ચારથી પાંચ દિવસથી પડી ગયેલા હોવાની માહિતી એક સેવાભાવી નાગરિક તરફથી મળતા બજરંગ જીવદયા ગ્રુપ મકનસરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ટીમ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોતા તરત જ રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી. નંદી મહારાજને સંપૂર્ણ સાવચેતી સાથે કાબૂમાં લઈ બાંધી દેવામાં આવ્યા હતા. બાદમાં તરવૈયાઓ અને ક્રેનની મદદથી તેમને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ બાદ નંદી મહારાજને પ્રાથમિક સારવાર અને જરૂરી તપાસ આપવામાં આવી હતી. હાલ તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બજરંગ જીવદયા ગ્રુપ મકનસર(બંધુનગર)ની ઝડપી કામગીરી તથા માનવતાભરી સેવાઓની પ્રશંસા કરી હતી.











