Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ નગરપાલિકાનું વિકાસલક્ષી બજેટ બહુમતે પસાર કરવામાં આવ્યું

હળવદ નગરપાલિકાનું વિકાસલક્ષી બજેટ બહુમતે પસાર કરવામાં આવ્યું

મયુર રાવલ હળવદ

હળવદ નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન રાવલ તથા ચીફ ઓફિસર ની ઉપસ્થિતિ માં બજેટ બહુમતે પસાર કરવામાં આવ્યું

હળવદ નગરપાલિકામાં હાલ ભાજપ શાસિત નગરપાલિકા છે જેમાં 28 માંથી 27 સભ્યો ભાજપના છે ત્યારે નગરપાલિકા સભાહોલ ખાતે નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ, ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા તેમજ સદસ્યોની ઉપસ્થિતિમાં વિકાસલક્ષી બજેટ બહુમતે પસાર કરવામાં આવ્યું હતું.

હળવદ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી જેમાં હળવદ નગરપાલિકાના બજેટ રજુ કરવામાં આવેલ જે રૂ. ૯,૫૯,૨૯,૮૮૫.૯૬ ની પુરાંત વાળુ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. સાથે સાથે સદર બજેટનું કદ રૂ. ૧૧૧.૧૭ કરોડનું આંકવામાં આવેલ હતુ. વધુમાં હળવદ નગરપાલિકા દ્વારા આવનાર સમયમાં નગરના વિકાસ સારું વિવિધ સુવિધાને પ્રાથમિકતા આપવાના એજન્ડા મંજુર કરવામાં આવ્યા હતા,સાથોસાથ હળવદ શહેરની સ્થાપના શિવરાત્રી ના દિને થયેલ હોય જેની આવનાર શિવરાત્રીના રોજ હળવદ શહેરની સ્થાપના દિનની ઉજવણી કરવાનું કરાવવા આવ્યો હતો હળવદ શહેરની સ્વચ્છતા બાબતે તમામ રસ્તાની સુંદરતાની સાથોસાથ સ્વચ્છતા બાબતે રૂ.૬૫-૦૦ લાખનું આયોજન કરવામાં આવેલ તેમજ મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા આયોજન કરવામાં આવ્યું હતુ. રૂ.૫૮૭-૦૦ લાખ રૂપિયાના ખર્ચે બાકી આવાસ તેમજ જગ્યા ડેવલપમેન્ટ કરવાનું કરાવવા આવ્યો હતો. રોડ-રસ્તા બાબતે રૂ.૧૨૦-૦૦ લાખના ખર્ચે રોડ રીસરફેસિંગ કરવા ઠરાવવા કરવામાં આવ્યો હતો, રૂ.૨૫-૦૦ લાખના ખર્ચે સ્વચ્છતાના સાધનો તેમજ ડસ્ટબીન તથા વૈજનાથ મહાદેવ મંદિર સામે પીક-અપ સ્ટેન્ડ બનાવવા આયોજન કરેલ હતું. તેમજ વરસાદી પાણી જમીન પેટાળમાં રીચાર્જ થાય તે હેતુથી વોટર હાર્વેસ્ટીંગનાં કામનું આયોજન કરેલ હતું તેમજ મુખ્ય શહેર પ્રવેશદ્વાર પાસે આવેલ સર્કલને ડેવલપમેન્ટ કરવા આયોજન કરવામાં આવેલ હતું. તેમજ હળવદ શહેરમાં રમત ગમતને વધુ ને વધુ પ્રોત્સાહન મળે જે સબબ ક્રિકેટનું ગ્રાઉન્ડ તાલુકા મથકે ન હોય,જે સબબ જમીનની માંગણી કરવા તેમજ શહેરમા ક્રિકેટનું એક પ્લેટફોર્મ ઉભું થાય તે સબબ આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત તમામ એજન્ડાની પ્રમુખ દ્વારા સામાન્ય સભામાં રજુ કરતા બહુમતે પસાર કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments