Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ના ૭૫ વર્ષ પૂર્ણ થતા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા...

મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ના ૭૫ વર્ષ પૂર્ણ થતા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજવામાં આવ્યું


મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ના ૭૫ વર્ષ પૂર્ણ થતા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચારથી આજના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો‌. હરેશભાઈ રંગવાલાએ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું મોમેન્ટોથી સ્વાગત કર્યું હતું.

મોરબીમાં વિશ્વપ્રસિદ્ધ કોલેજ શરૂ થઈ તે પૂર્વે જ રાજવી પરિવારે અહીં ટેકનિકલ શિક્ષણના પાયા રૂપે ડિપ્લોમા કોર્સ શરૂ કરાવ્યા હતા અને ઈ.સ. ૧૯૫૧માં લખધીરસિંહજી ઇજનેરી કોલેજ શરૂ કરવા માટે મહારાજા લખધીરસિંહજી જે રાજમહેલમાં રહેતા હતા તે નજરબાગ પેલેસ કોલેજને ભેટ આપ્યો હતો અને આ નજર બાગ પેલેસ ઈ.સ. ૧૮૮૦ માં નિર્માણ પામ્યો હતો‌.

મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ત્યારના સમયે સૌરાષ્ર્ ની એક માત્ર ઈજનેરી કોલેજના વિદ્યાર્થી તરીકે તેમના વિદ્યાર્થીકાળના કોલેજ તથા હોસ્ટેલના સંસ્મરણો યાદ કર્યા હતા.

આ તકે દેશ-વિદેશમાં ધંધા-રોજગાર તેમજ સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદા પર સેવા આપતા એલ.ઈ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments