Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લીલાપર કેનાલ રોડ બજરંગ સર્કલ પાસે સ્કૂલ વાન-કાર અકસ્માત

મોરબીના લીલાપર કેનાલ રોડ બજરંગ સર્કલ પાસે સ્કૂલ વાન-કાર અકસ્માત

મોરબીના લીલાપર કેનાલ રોડ પર બજરંગ સર્કલ પાસે આજે બપોરના સમયે સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ જગ્યાએ સ્પીડ બ્રેકર ન હોવાના કારણે આ અકસ્માત સર્જાયો છે. જેથી આ જગ્યા પર સ્પીડ બ્રેકર મૂકવા માગ ઉઠી છે.

આજ રોજ બજરંગ સર્કલ પાસે સ્કૂલ વાન અને કારનો અકસ્માત થયો હતો. જેમાં બન્ને વાહનોમાં નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ જગ્યા પર સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનચાલકો પૂરપાટ ઝડપે આવતા હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે. અવાર નવાર આ જગ્યા પર સ્પીડ બ્રેકર મૂકવા તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. જો આ જગ્યા પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો કોઈ રાહદારી કે વાહનચાલકનો જીવ જશે તેવું પણ લોકો જણાવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ જગ્યા પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવી તેવી લોકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments