મયુર રાવલ,હળવદ
હળવદ શ્રી ઉમા કન્યા વિદ્યાલય ની ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓએ વિસરાઈ ગયેલી ટપાલોને જીવંત કરવા માટે એક નવતર પ્રયોગ કર્યો હતો, આજના મોબાઇલ યુગમાં ભાગ્યે જ કોઈક ના ઘેર ટપાલ આવતી હોય છે. ધોરણ 12 ના અભ્યાસક્રમમાં તાર ટપાલ વિભાગની લગતો એક ટોપિક છે આ ટોપિકને અનુલક્ષીને ધોરણ 12 માં અભ્યાસ કરતી હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ પોતાના પરિવારને ટપાલ લખી ને મકરસંક્રાંતિ ના તહેવારોમાં પતંગ ચગાવતી વખતે અગાસી માંથી પડવાના,વીજળીના તારને અડકવાથી બનતા બનાવો થી બચીને કેમ સુરક્ષિત રહેવું તેની વાત કરી છે. ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓને ચાઈનીઝ દોરી નુકસાન ન થાય તે માટે ચાઈનીઝ દોરી નો ઉપયોગ ટાળવો જોઈએ એવું જણાવીને જીવ દયા ની ભાવના વ્યક્ત કરી છે. મકરસંક્રાંતિ ના તહેવારોમાં સાવચેતી રાખીને પતંગ ચગાવી ને આ પવિત્ર તહેવારોની ઉજવણી કરવી જોઈએ એવું જણાવ્યું છે. વર્તમાન સમયમાં ટપાલ નું મહત્વ વિસરાઈ રહ્યું છે ત્યારે આ વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરે ટપાલ લખીને ટપાલના મહત્વને જીવંત રાખ્યું છે. એક સમય હતો જ્યારે લોકો દિવાળી ની શુભેચ્છાઓ ટપાલ લખીને પાઠવતા હતા. એ સમયે ઘેર ટપાલ આવવાની લોકો રાહ જોતા હતા. હાલના મોબાઈલ યુગમાં આ બધું વિસરાઈ રહ્યું છે. પૌરાણિક સમયમાં ટપાલ નું આગવું અને અનોખું મહત્વ હતું.












