અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું 57મું પ્રદેશ અધિવેશન તારીખ 6,7,8 જાન્યુઆરી 2026 , આનંદ ખાતે યોજાયું હતું. ભાઈઓ અને બહેનો સહિત કુલ 1178 વિદ્યાર્થીઓએ આ અધિવેશન માણ્યું હતું. મોરબી જિલ્લામાંથી 30 વિદ્યાર્થીઓને અપેક્ષિત કરવામાં આવ્યા હતા. આ વર્ષનું અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી નિમિત્તે તેની થિમ પર કરવામાં આવ્યું હતું.
આ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને પ્રદેશ સ્તરની જવાબદારી સોંપવામાં આવી જે નીચે મુજબ છે:
1) રાજદિપસિંહ જાડેજા ( રાજ્ય વિશ્વ વિદ્યાલય સહ સંયોજક )
2) હિલભાઈ બુદ્ધદેવ ( પ્રદેશ કારોબારી સદસ્ય )
3) આયુષીબેન ઘોડાસરા ( પ્રદેશ કારોબારી સદસ્ય )









