Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજકોટથી વડાપ્રધાન મોદીએ VGRCનો શુભારંભ કર્યો, મોરબી સહિત 7 જિલ્લામાં 13 સ્માર્ટ...

રાજકોટથી વડાપ્રધાન મોદીએ VGRCનો શુભારંભ કર્યો, મોરબી સહિત 7 જિલ્લામાં 13 સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મોટી જાહેરાત

મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટ ખાતેથી કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નો ભવ્ય શુભારંભ કર્યો હતો. ઉદ્યોગ જગતના અગ્રણીઓ તેમજ દેશ-વિદેશથી પધારેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ ગુજરાત માટે ગૌરવસભર અવસર બન્યો હતો.
આ અવસરે અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ રાજ્યના 7 જિલ્લાઓમાં કુલ 3540 એકર વિસ્તારમાં 13 નવી સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના નિર્માણની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી મોરબી સહિત સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે.

આ સાથે માનનીય વડાપ્રધાને રાજકોટના નાગલપુર ખાતે નિર્મિત મેડિકલ ડિવાઈસિસ પાર્કનો પણ શુભારંભ કરાવ્યો હતો. વર્ષ 2003માં વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું હોવાનું તેમણે યાદ અપાવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે જિલ્લાઓને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડીને મોટા પાયે મૂડીરોકાણ આકર્ષશે.

વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકારના આ આયોજનને શુભકામનાઓ પાઠવી હતી અને ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી લાર્જ ઈકોનોમી બન્યું હોવાનું જણાવ્યું હતું. Reform, Perform, Transformના મંત્રથી ભારતના ઔદ્યોગિક ક્ષેત્રનો કાયાકલ્પ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ઝડપી આગળ વધી રહ્યું છે અને આ સફરમાં ગુજરાત તથા મોરબી જેવા ઔદ્યોગિક હબ્સનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments