Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆમ આદમી પાર્ટીની મોરબી બેઠકમાં રાજીનામું આપવા આવેલા સહપ્રભારીને અટકાવાયા

આમ આદમી પાર્ટીની મોરબી બેઠકમાં રાજીનામું આપવા આવેલા સહપ્રભારીને અટકાવાયા

મોરબીમાં ગઈકાલે રાત્રે બાપા સીતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી. આ સભામાં રાજીનામુ આપવા આવેલા જિલ્લા પંચાયતની બેઠકના સહ પ્રભારીને પ્રવેશ ન અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મામલે ઘુંટુ બેઠકના સહપ્રભારીએ આક્ષેપો કરતા જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો એની સાથે ગુંડારાજ આવશે કેમ કે હમણાં એક જગ્યાએ ગોપાલભાઈ ઇટાલીયાએ પોલીસને ટોમી તરીકે સંબોધન કર્યું હતું અને એવું કીધું હતું કે અમારું શાસન આવશે અમારી સરકાર આવશે તે આ બધાના કમર ના પટ્ટા ગળામાં પહેરાવશું તો આ પ્રકારની માનસિકતા ધરાવતી પાર્ટી સાથે હું કામ કરવા માટે સહમત નથી. જેના કારણે રાજીનામું આપવા માટે આવ્યો હતો પરંતુ તાનાશાહી અત્યારથી દેખાઈ આવે છે અને મને સભામાં આવવા દીધો નહીં. હું આમ આદમી પાર્ટીનો સહ પ્રભારી છું છતાં પણ મને આમ આદમી પાર્ટીની સભામાં ન આવવા દીધો અને પોલીસે મારી અટકાયત કરેલ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments