Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભાઈના મિત્રતા મુદ્દે ઝઘડો ઉગ્ર બન્યો, મહિલાઓને ફડાકા અને જાતિ અપમાનનો આરોપ

ભાઈના મિત્રતા મુદ્દે ઝઘડો ઉગ્ર બન્યો, મહિલાઓને ફડાકા અને જાતિ અપમાનનો આરોપ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા શખ્સે પોતાના ભાઈને તેનો મિત્ર ઝઘડો કરવા ચડામણી કરતો હોવાની શંકા રાખી યુવક અને તેના પરિવાર સાથે ઝઘડો કરી ઘરના સ્ત્રી પાત્રોને ફડાકા ઝીકી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જાંબુડિયા ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ ખરાએ આરોપી વિજય બાબુભાઇ વીંજવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીનો ભાઈ પ્રકાશ જ્યોતિબેનના પતિનો મિત્ર હોવાથી તેમની સાથે ફરતો હોય અને ઘરે ઝઘડા કરતો હોવાથી આરોપી વિજય ફરિયાદીના ઘેર આવ્યો હતો. બાદમાં ઝઘડો કરી મારા ભાઈને કેમ સાથે ફેરવો છો, ચડામણી કરો છો કહી જ્યોતિબેન અને તેમના સાસુને ફડાકા ઝીકી દઈ તેમના પતિ કમલેશભાઈ સાથે ઝઘડો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.બનાવ અંગે જ્યોતિબેનની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments