મોરબી : કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (મધુપુર)એ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. રાજીનામા પાછળનું કારણ તેમણે અન્ય જવાબદારીઓ હોવાનું જણાવ્યું છે.
રાજીનામું આપતાં જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ધંધાના કામકાજના કારણે તેમજ મધુપુર મેલડીધામ ટ્રસ્ટના કામકાજના કારણે કરણી સેના પ્રમુખ તરીકે પૂરતો સમય ન આપી શકતાં હોય તેઓ કરણી સેનાના જિલ્લા પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે. સાથે જ તેમણે પ્રમુખ પદે તેમની જગ્યાએ નવા વ્યક્તિની નિમણૂક કરી જવાબદારીમાંથી મુક્ત કરવા જણાવ્યું છે. કરણી સેના ટીમ દ્વારા જે ખુબ જ પ્રેમ અને સાથ સહકાર મળ્યો છે તે બદલ તમામનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે.











