Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાયન્સ ઇન્ટરનેશનલ હંગર વીક અંતર્ગત મોરબીમાં ટીબી દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટનું વિતરણ

લાયન્સ ઇન્ટરનેશનલ હંગર વીક અંતર્ગત મોરબીમાં ટીબી દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટનું વિતરણ

મોરબી : લાયન્સ ઇન્ટરનેશનલ હંગર વીક અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી હર હંમેશા પર્યાવરણ, આરોગ્ય જેમાં લોકોની સુખાકારી માટે અનેક વિધ સેવા સંકલ્પને જીવનમંત્ર બનાવી સેવાના કાર્યોમાં એક આગવી ઓળખ બનાવીને સેવા કરે છે ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 125 વ્યક્તિને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવે છે. આ અન્વયે ટીબી હોસ્પિટલ, મોરબી ખાતે લાયન્સ કલબ મોરબી સિટી અને ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી હતી.

આ પ્રોજેક્ટમાં ખાસ ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ પ્રથમ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, પોરબંદરથી ઉપસ્થિત સૌરાષ્ટ્ર કચ્છ ડિસ્ટ્રિક્ટના DC TB ચેરપર્સન નિધિબેન મોઢવાડીયા, ડિસ્ટ્રિક્ટના હંગર ચેરપર્સન સેવાના ભેખધારી એવા લાયન તુષારભાઈ દફતરી, ડિસ્ટ્રિક્ટ GST ચરપર્સન ધીરુભાઈ આદ્રોજા, ઝોન ચેરમેન કેશુભાઈ દેત્રોજાએ ખાસ હાજર રહી અને ટીબી મુક્ત ભારત ટીબી હરેગા ભારત જીતેગા અંતર્ગત ટીબીના દર્દીને પ્રેમ, પ્રોત્સાહિત અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને લાયન્સની સેવા વિષે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયાના માર્ગદર્શનથી ખજાનચી ચંદુભાઈ કુંડારીયા, લા. મણિલાલ કાવર, લા. નાનજીભાઈ મોરડીયા, લા. રશ્મિકા રૂપાલા, લા. ગૌતમભાઈ કાલરીયા, લા. ઉપેશભાઈ પાડલીયા, લા. ટી. સી. ફુલતરીયાએ જહેમત ઉઠાવી હોવાનું મંત્રી કેશુભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments