Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી “ આપ” ના આગેવાન સહીત બેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ...

મોરબી “ આપ” ના આગેવાન સહીત બેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવા કવાયત

વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવા માટે જીલ્લા પ્રમુખ દ્વારા પ્રદેશ શિસ્ત સમિતિને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મહામંત્રી પંક્જભાઈ આદ્રોજા દ્વારા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી શિસ્ત સમિતિને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જીલ્લા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવનાર ચંદ્રકાંતભાઈ વિરમગામ અને જીલ્લા ટીમના કાર્યકર્તા હિતુભા રાઠોડ અવારનવાર પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરે છે અને જીલ્લાના હોદેદારો સાથે આંતરિક વિખવાદ કરી અલગ સંગઠન કરતા હોય તેવું જણાઈ આવેલ છે

થોડા દિવસો પૂર્વે જીલ્લા કાર્યાલય પર હોદેદારોની મીટીંગ અંદર કાવતરા રૂપે તેમના મિત્રને દારૂ પીવડાવવી લાવેલ હોય અને જીલ્લા પ્રમુખ તેમજ અન્ય હોદેદારો સાથે માથાકૂટ કરી અભદ્ર અને અશિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો હતો અવારનવાર જીલ્લા સંગઠનના નિયમો વિરુદ્ધ કાર્ય કરતા રહે છે કોઈપણ જાતની જવાબદારીમાં યોગ્ય કામ કરેલ નથી પોતે ટંકારા પડધરી વિધાનસભા ચુંટણી લડવાના તેવી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ હોવાની ફરિયાદો જીલ્લા કાર્યાલયે અવારનવાર મળી છે આ પ્રકારનું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી જેથી આ બાબતને ગંભીરતાથી લઈને તમામ હોદેદારોની સહમતી સાથે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments