Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભુજમાં મકરસંક્રાંતિએ અનોખો ‘સાંસદ પતંગોત્સવ’ : શ્રમિક વર્ગના બાળકોના ચહેરે ખુશી

ભુજમાં મકરસંક્રાંતિએ અનોખો ‘સાંસદ પતંગોત્સવ’ : શ્રમિક વર્ગના બાળકોના ચહેરે ખુશી

મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ભુજ શહેરના ઐતિહાસિક વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે એક અનોખા અને સેવાભાવપૂર્ણ ‘સાંસદ પતંગોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રમિક વર્ગ તેમજ જરૂરિયાતમંદ પરિવારોના સૈંકડો બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે સામાન્ય રીતે મોંઘા પતંગ અને દોરાથી વંચિત રહેતા ગરીબ બાળકોને ખાસ આમંત્રણ આપી પતંગોત્સવમાં જોડવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા તથા અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના હસ્તે બાળકોને નિઃશુલ્ક પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પતંગ અને ફિરકી મળતાની સાથે જ બાળકોના ચહેરા પર અનોખો આનંદ અને ખુશી જોવા મળી હતી. સમગ્ર વ્યાયામશાળા ગ્રાઉન્ડમાં બાળકોની ખુશીની ચહલપહલ અને પતંગોની રંગબેરંગી છટા જોવા મળી હતી.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ સૌનો તહેવાર છે અને સમાજના દરેક બાળકને આ પર્વનો આનંદ મળે તે હેતુથી આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો સાથે પતંગ ઉડાડતાં પોતાને પણ બાળપણની યાદો તાજી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments