Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવાની મકરસંક્રાંતિએ સેવાભાવથી અનોખી ઉજવણી

મોરબી તાલુકા ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવાની મકરસંક્રાંતિએ સેવાભાવથી અનોખી ઉજવણી

મોરબી તાલુકા ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવા દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે સેવાભાવ સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પોતાના વતન લુંટાવદર ગામમાં આવેલ સેવા વસ્તીમાં નિવાસ કરતા લોકોને નાસ્તાનું વિતરણ કરી તહેવારને સેવાકાર્યથી ઉજવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નિતેશભાઈ બાવરવા દ્વારા છેલ્લા દસ વર્ષથી મકરસંક્રાંતિના દિવસે વિવિધ સેવાભાવપૂર્ણ પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવી રહી છે. દર વર્ષે તેઓ બાળકો માટે પતંગ, ફિરકી, ચીકીનું વિતરણ કરે છે તેમજ ગાયોના કલ્યાણ હેતુથી ઘાસચારાનું દાન કરી માનવતા અને સેવાભાવની ઉત્તમ ઝાંખી રજૂ કરે છે. તેમના આ સેવાકાર્યોને લીધે સેવા વસ્તીના લોકો તથા ગ્રામજનોએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સમાજમાં સેવાભાવની ભાવના વધુ મજબૂત બને તેવા સંદેશ સાથે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments