મોરબી : 33મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ (સીઝન બોલ)- 2026નું જામનગર જીલ્લા પંચાયતના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ થયો છે.
મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નવા નાગડાવાસ ખાતે મોરબી જિલ્લા પંચાયત ટીમનો પ્રથમ મેચ વડોદરા સામે હતો. જેમાં વડોદરા ટીમે 140 રનનો ટાર્ગેટ આપેલ જેની સામે મોરબી ટીમે 13 ઓવરમાં 141 રન કરી ભવ્ય જીત મેળવી હતી. જેમાં સાગર વરસડા 35 રન, પ્રશાંત દલસાણીયા 37 રન કરેલ. જેમાં મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર જયદીપસિંહ ગોહિલ થયાં હતા. જેમણે 49*(34) રન તેમજ 4 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ મેળવી હતી.
ત્યારબાદ બીજી લીગ મેચમાં અમદાવાદની ટીમે 138 રન નો ટાર્ગેટ આપેલ હતો. જેમાં મોરબીની ટીમે 14 ઓવરમાં જ 138 રન કરી શાનદાર જીત મેળવી હતી. જેમાં મેન ઓફ ધ મેચ નીતિન પટેલ રહ્યા હતા. જેમણે 60*(36) રન કર્યા. મોરબી જિલ્લા પંચાયત ટીમ શાનદાર પ્રદર્શન થકી ક્વાટર ફાઇનલમાં પ્રવેશી છે, તેમ ટીમ મેનેજર દિનેશભાઈ હુંબલ અને કોચ તુષારભાઈ બોપલિયાની યાદી જણાવે છે.












