મોરબી : મોરબીના આંગણે દરેક ચિત્રકારો માટે કાલ્પનિક કે વાસ્તવિક અને મનોભાવોને કેનવાસ ઉપર ઉતારીને પોતાની શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કરવાનો સુવર્ણ અવસર આવ્યો છે. જેમાં મોરબીના સરસ્વતી શિશુમંદિર શકત શનાળા ખાતે આગામી 18 જાન્યુઆરીએ રંગ સંવેદના એટલે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો તા.14થી 17 જાન્યુઆરી દરમિયાન કેવિન શાહ. -9726270666, 8141202567 ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચિત્ર સ્પર્ધા માટે બપોરે 3થી5 દરમિયાન એટલે બે કલાક સુધીની સમય મર્યાદા રાખવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન કોઈપણ રેફરન્સનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ચિત્ર સ્પર્ધા માટે વયજૂથ અને વિષય જોઈએ તો 5થી10 વર્ષ માટે રંગપુરણી, 11થી20 વર્ષ માટે જળ બચાવો, સ્વચ્છ શહેર, ગણતંત્ર દિવસ અને 21 વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે વિવિધતામાં જ એકતા, ભવિષ્યની પૃથ્વી અને ગણતંત્ર દિવસ પર ચિત્રો દોરવાના રહેશે. જ્યારે આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર તેમજ પ્રથમ ત્રણ વિજેતાઓને આકર્ષક પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે.









