Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટરમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા રાશન કિટ, ચિકી અને...

મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટરમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા રાશન કિટ, ચિકી અને ફ્રૂટનું વિતરણ

મોરબી સિવિલ હોસ્પિટલમાં એ. આર. ટી. સેન્ટ પર ચાલુ સારવાર હોય તેવા સગર્ભા બહનો તથા ગંગાસ્વરૂપ બહેનોને પોષણ યુક્ત આહાર માટેની રાશન કીટ તથા બાળકો માટે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તેરાશન કીટ, ચિકી, ફરસાણ તથા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુ હતું.

કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ એચ.આઈ.વી એઈડ્સ કે જે તહેવાર નિમિત્તે રાશન કીટનું વિતરણ કરે છે તથા PLHIV દર્દીઓના ફોલોઅપ માટે કામ કરી રહ્યા છે ત્યારે આજે કરુણા ફાઉન્ડેશન દ્વારા સિરામિક પરિવાર તેમજ લોકલ દાતા દ્વારા દાન મેળવી દર્દીઓના સારા ન્યુટ્રિશયન માટે રાશન કીટ અપાવેલ છે. આ કાર્યક્રમ માં કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની, ખજાનચી જયદીપભાઈ નિમાવત, મંત્રી આશાબેન વીશોડીયા, સહમંત્રી ભાવનાબેન ચાવડા, સહખજાનચી હીનાબેન બારોટએ સામાજિક જવાબદારી લઈ ભારે જહેમત ઉઠાવી હતી.

આગામી સમય માં આવા ભગીરથ કાર્યના આયોજન કરવાના હોય કરુણા ફાઉન્ડેશન તરફથી દાતાઓને દાન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. કરુણા ફાઉન્ડેશન પ્રમુખ રાજેશ ભાઈ લાલવાણી. મો. 7567517462, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની મો.9998732460, ખજાનચી જયદીપભાઈ નિમાવત.મો. 9428915506નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments