Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરની તમામ ઐતિહાસિક ઈમારતોમાં જોવા મળશે રોશનીનો શણગાર

મોરબી શહેરની તમામ ઐતિહાસિક ઈમારતોમાં જોવા મળશે રોશનીનો શણગાર

મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની મુખ્ય ઐતિહાસિક ઈમારતોને રોશનીથી ઝળહળતી કરવામાં આવનાર છે,  મોરબીમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે તાજેતરમાં મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખાએ શહેરની વિવિધ ઈમારતોને જુદા- જુદા શેડમાં રોશનીથી શણગાર કરવા માટે  ટેન્ડર પ્રોસેસ કરવામાં આવ્યું  છે

આગામી સમયમાં  મોરબી મહાનગરપાલિકા ની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની ઇમારતો લાઇટિંગ શેડથી શણગારવામાં આવનાર છે,  જેમાં ગ્રીન ટાવરને દેશના તિરંગાની થીમ તેમજ અન્ય વિવિધ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવનાર છે  ગ્રીન ટાવરમાં દેશના તિરંગાની થીમના ત્રણેય કલરનો નયનરમ્ય નજારો આગામી સમયમાં મોરબીવાસીઓને જોવા મળશે, તેમજ મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા મણીમંદિરમાં પણ વિવિધ રોશનીના સેડ દ્વારા શણગાર કરવામા આવનાર છે  રાજાશાહી સમયના મણીમંદિરની રોશનીના શણગારથી શાનમાં વધારો થસે

સમગ્ર પણે મણિમંદિરમાં લાઇટિંગના શેડ વિવિધ રીતે ગોઠવવામાં આવશે , જેમાં અલગ અલગ જગ્યાઓ પર વિવિધ રીતે લાઇટિંગની ગોઠવણ થસે જેનાથી સમગ્ર મણી મંદિરનો નજારો અત્યંત સુંદર બનાવવા માટે ઇલેક્ટ્રિક શાખાના અધિકારીઓ – કર્મચારી ઓ મહેનત કરી રહ્યા છે,  મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો વિવિધ લાઇટિંગ ડેકોરેશનથી ઝળહળતી કરવામાં આવનાર છે, આ સમગ્ર કામગીરી માટે હાલ ઇલેક્ટ્રિક શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આ કામગીરીથી મોરબી શહેરના રહેવાસીઓને હરવા ફરવાના નવા લાઇટિંગ ડેકોરેશન વાળા સ્થળો મળી રહેશે અને રાત્રિના સમયમાં ફોટોગ્રાફી માટેના ઉત્તમ સ્થળની ભેટ મોરબી મનપાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા આગામી સમયમાં શહેરી જનોને આપવામાં આવનાર છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments