Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી OSEM સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ

મોરબી OSEM સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ

મોરબી : મોરબીની OSEM CBSE સ્કૂલ ખાતે બે દીવસીય યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધો-૬થી ૯ના ૬૫થી વધુ વિદ્યાર્થીઓએ વડાપ્રધાન, ગૃહ પ્રધાન, વિવિધ ખાતા ના પ્રધાન, લોકસભાના સ્પીકર, લોકસભાના સાંસદ, વિરોધ પક્ષના નેતા બની રાષ્ટ્રીય મુદાઓ પર જુસ્સાભેર ચર્ચા તેમજ ડીબેટ કરી હતી.

વિદ્યાર્થીઓમાં લોકશાહીના મુલ્યોનો વિકાસ થાય તેમજ વક્તૃત્વ શક્તિ વિકસે તે હેતુસર લોકસભાના સત્રનું બે દીવસિય આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે સંસ્થાના ટ્રસ્ટી નારૂભા જેઠવા, સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, મોરબી બાર એસોસિયેશન પ્રેસિડન્ટ દીલીપભાઈ અગેચણીયા, મોરબી-સુરેન્દ્રનગર જીલ્લા ગવર્નમેન્ટ પ્લીડર નિરજભાઈ કારીયા, મોરબીના રવિભાઈ ભડાણીયા, એડવોકેટ કનૈયાભાઈ, મહેતા સાહેબ, સ્લોગન ગૃપના મહીલા ઉદ્યોગ સાહસિક મિસીસ મિતલબેન સંઘાણી, રવિભાઈ બરાસરા, રાકેશભાઈ પંડ્યા, પિયુશભાઈ બોપલીયા, OSEM CBSE ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, ઓમવીવીઆઈએમ કોલેજના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, OSEM GSEB ના પ્રિન્સિપાલ સના મેમ, માસુમ વિદ્યાલયના પ્રિન્સિપાલ અંકીતભાઈ માવાણી, હાર્દીકભાઈ મહેતા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓની વાક ચાતુર્ય તેમજ વાક છટાએ સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થીઓમાં લોકશાહીની ભાવના તેમજ નેતૃત્વ શક્તિ ના વિકાસ અર્થે આયોજીત આ કાર્યક્રમ બદલ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. તેમ સ્કૂલની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments