Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiMMC દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં વાચક રસિકો માટે પુસ્તકોનો નવો સ્ટોક ઉપલબ્ધ થશે

MMC દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં વાચક રસિકો માટે પુસ્તકોનો નવો સ્ટોક ઉપલબ્ધ થશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં વાચકો માટે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે, મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલયમાં પુસ્તકોનો આ નવો સ્ટોક વાચક રસિકો માટે મૂકવામાં આવનાર છે, આ નવા સ્ટોકની યાદીમાં સાહિત્ય, સામાન્ય જ્ઞાન બાળ સાહિત્ય, નવલકથાઓ  પ્રેરણાત્મક કથાઓ, મનોવિજ્ઞાન ને લગતા પુસ્તકો , આ નવી યાદીથી પુસ્તકાલયમાં આવનાર દરેક વ્યક્તિને નવા પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ થશે જેનાથી મોરબી મહાનગરપાલિકામાં વસવાટ કરતા અને વાંચનાલય નિયમિત જતા વ્યક્તિઓને નવા પુસ્તકોના સ્ટોકથી અવનવા પુસ્તકોનું વાંચન  મળી રહેશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલયનું સંચાલન કરવામાં આવે છે, જેમાં શ્રીમદ રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય, શ્રી મનસુખલાલ જીવરાજ મહેતા( કેસર બાગ) પુસ્તકાલયનો સમાવેશ થાય છે, આ તમામ પુસ્તકાલયમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ 22,000 જેટલા પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ છે, પરંતુ આ યાદીને વિસ્તૃત કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વાચકો માટે  દરેક લાઇબ્રેરીમાં 200  થી વધુ સાહિત્યના નવા પુસ્તકોનો  સ્ટોક ઉપલબ્ધ થશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments