Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદેવદૂત બની 108 સેવાઃ મોરબી જિલ્લામાં અલગ અલગ ત્રણ ઘટનામાં 108ની ટીમે...

દેવદૂત બની 108 સેવાઃ મોરબી જિલ્લામાં અલગ અલગ ત્રણ ઘટનામાં 108ની ટીમે દર્દીને આકસ્મિક સેવા પૂરી પાડી

મોરબી : મોરબી જિલ્લામાં અલગ અલગ ત્રણ ઘટનામાં 108ની ટીમે દર્દીને આકસ્મિક સમયે સેવા પૂરી પાડીને નવજીવન પ્રદાન કર્યું છે. જેમાં પ્રથમ ઘટનાની વાત કરીએ તો આજે 17 જાન્યુઆરીના રોજ વાંકાનેર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતેથી 108ની ટીમને ડો. રૂપાલા તરફથી એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. જેમાં નવજાત બાળકીને જન્મ બાદ શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેની હાલત નાજુક હતી તેથી તેને મોરબી રિફર કરવી જરૂરી હતી. જેથી વાંકાનેર 108ની ટીમના EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયા ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સમાં બાળકીને શિફ્ટ કર્યા બાદ, ERCP ના ડૉ. રામાણીના માર્ગદર્શન હેઠળ બાળકીને જરૂરી ઓક્સિજન સપોર્ટ અને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. પાયલોટ લાલજીભાઈએ ટ્રાફિક વચ્ચે પણ અત્યંત કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ ચલાવીને ખૂબ જ ટૂંકા સમયમાં વાંકાનેરથી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. રસ્તામાં EMT પ્રવીણભાઈએ બાળકીની સ્થિતિ પર સતત દેખરેખ રાખી ઓક્સિજન લેવલ જાળવી રાખ્યું હતું. જેથી બાળકીને સમયસર મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડતાં સમયસર વધુ સારવાર મળી શકી હતી.

બીજી ઘટનાની વાત કરીએ તો તારીખ 15 જાન્યુઆરીના રોજ ટંકારા નજીક જબલપુરના પાટીયા પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતનો કોલ 108ને મળ્યો હતો. જેથી ટંકારા 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઓન ડ્યુટી સ્ટાફ નિકુંજભાઈ અને વિશાલભાઈએ ફાયર શાખાનો સંપર્ક કરીને સ્થાનિક લોકોની મદદથી ફસાયેલી યુવતીને જીવિત બહાર કાઢી હતી. રિક્ષામાં ફસાયેલા રિક્ષાચાલકને બહાર કાઢતા દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો જે દરમિયાન પોર્ટેબલ ઓક્સિજન દ્વારા ઓક્સિજન પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે સમયસર પહોંચાડવામાં આવ્યા હતા.

ત્રીજી ઘટનામાં 15 જાન્યુઆરીના રોજ નવલખી ફાટક 108ને કોલ મળ્યો હતો અને નવલખી પોર્ટની અંદર દરિયામાં કોઈ વ્યક્તિનો પગ શિપની મશીનરીમાં આવી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી નવલખી પોર્ટ પર 108ની ટીમ પહોંચી હતી. જ્યાં દર્દીને જરૂરી સારવાર પૂરી પાડી હતી. આમ અલગ અલગ ત્રણ ઘટનામાં દર્દીઓને સમયસર સારવાર આપી 108 મદદરૂપ થઈ હતી. જે બદલ દર્દી અને તેમના પરિવારજનોએ પણ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments