Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi4.37 કરોડ ના ખર્ચે જુના વેગડવાવ થી શક્તિનગર રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય...

4.37 કરોડ ના ખર્ચે જુના વેગડવાવ થી શક્તિનગર રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા

મયુર રાવલ હળવદ

આ રોડથી ૧૦ થી વધું ગામોના લોકોને ફાયદો થશે.મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

હળવદ તાલુકાના જુના વેગડવાવથી શક્તિનગર સુધીના રોડનું હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે હનુમાનજી મંદિર પાસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માર્ગનું નિર્માણ 4.37 કરોડના ખર્ચે આશરે 4.5 કિલોમીટર લંબાઈમાં થનાર છે.
રોડ પૂર્ણ થતાં વેગડવાવ, ઈશનપુર માલણીયાદ, ઘણાદ, મંગળપુર, ચંદ્રગઢ, રણમલપુર, બુટવડા, એજાર સહિત 10થી વધુ ગામોને સીધો જ હળવદ–ધ્રાંગધ્રા હાઈવેનો લાભ મળશે. ઉપરાંત, ગ્રામજનોને લાંબા સમયથી પડતી રેલવે ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
નવો માર્ગ બનવાથી વાહન વ્યવહાર સરળ બનશે, સમય તથા ઈંધણની બચત થશે તેમજ ખેતી અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે. આ રોડ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાસુભાઈ સિણોજીયા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ ગોહિલ, મનસુખભાઈ પટેલ,વલ્લભભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલવાડી,હળવદ તાલુકા મહામંત્રી ડો કિશોરભાઈ કવાડીયા. ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, નરેન્દ્ર સિંહ રાણા, હરદેવસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, તેમજ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્ય
સ્થાનિક આગેવાનો, સ્થાપત્ય કન્સ્ટ્રકશનના મહેશભાઈ સિંધવ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments