મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ વધે, બાળકો તથા યુવાનોમાં રમતિયાળ ભાવના વિકસે તેમજ સ્વસ્થ સ્પર્ધાત્મક માહોલ સર્જાય તે હેતુસર તા.24-01-2026 ને શનિવારના રોજ “ઓલ મોરબી કેરમ ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં મોરબી શહેરના વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે અંડર-12, અંડર-18 તથા ઓપન એમ કુલ ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્પર્ધા 2 ખેલાડીની ટીમમાં રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન મોરબી શહેરના રાણી બાગ ખાતે કરવામાં આવ્યું છે, જેથી ખેલાડીઓને અનુકૂળ અને સુવ્યવસ્થિત માહોલ મળી રહે. કાર્યક્રમનો પ્રારંભ સવારે 9-30 કલાકે કરવામાં આવશે.
ટુર્નામેન્ટ દરમિયાન વિજેતાઓને પ્રોત્સાહન આપવા માટે વિનિંગ પ્રાઈઝ પણ આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 2500/-, દ્વિતીય વિજેતાને રૂ. 1500/- તથા તૃતીય વિજેતાને રૂ. 1000/- રોકડ ઇનામ આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ખેલાડીઓ, રમતપ્રેમીઓ તથા નાગરિકોને આ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક અપિલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાની રમત-ગમત શાખાનો મો.નં. 7778804568 પર સંપર્ક કરવા જણાવાયું છે.










