મોરબી શહેરની લીલાપર ચોકડી પાસે ગત તા. 15ના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જીજે-36-ટી-0335 નંબરના આઇસર ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી જીજે-03-ડીઇ-9571 નંબરની મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા ફરિયાદી બાબુભાઈ રામજીભાઈ વિડજા (રહે. નાની કેનાલ રોડ, આમપાર્ક વિસ્તાર) પોતાની મોટરસાયકલ લઈ જતાં ત્યારે ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત અંગે વધુ તપાસ ચાલુ છે.











