Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહાનગરપાલિકાની દબાણ વિરોધી ઝુંબેશ, જાહેર માર્ગો પરથી દબાણ દૂર કરાયા

મોરબીમાં મહાનગરપાલિકાની દબાણ વિરોધી ઝુંબેશ, જાહેર માર્ગો પરથી દબાણ દૂર કરાયા

મોરબી મહાપાલિકાની દબાણ અને એસ્ટેટ શાખાએ શહેરમાં જુના બસ સ્ટેન્ડ રોડ પાસે દુકાનની બહાર રાખેલ માલસામાન જપ્ત કરી જરૂરી કાર્યવાહી કરી હતી. માર્કેટિંગ યાર્ડથી ઉમિયા સર્કલ તેમજ નટરાજ ફાટકથી સર્કીટ હાઉસ પાસે કરવામાં આવેલ દબાણ દુર કરી ટ્રાફિકની સમસ્યામાં રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ કામગીરી દરમિયાન 25 જેટલા લોકો જાહેર માર્ગો પર દબાણ કરી ફેરી પ્રવૃતિ કરતાં હોય તેમને એસ્ટેટ શાખા એ દંડ ફટકાર્યો હતો.

પંચાસર રોડ નાકે લાકડાનું દબાણ હટાવ્યું તથા નાની વાવડી ખાતે પણ દબાણ દુર કરવાની કાર્યવાહી એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં નિયમિત શુક્રવારે ભરાતી શુક્રવારી બજારને દૂર કરી અવધના માર્ગને સંપૂર્ણ ખુલ્લો કર્યો હતો. આ કામગીરી દરમિયાન 225 ફેરી કરતાં લોકોનો સામાન જપ્ત કરી, જાહેર માર્ગ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેનાથી આ વિસ્તારમાંથી પસાર થતાં રાહદારી ઓને આવા-ગમન કરવામાં સરળતા રહેશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માં જેમ કે શનાળા રોડ અને મહેન્દ્રનગર રોડ પર હોડિંગ અને કિઓસ્ક જે મહાનગરપાલિકાની મંજુરી વગર લગાવેલા જણાય છે. જે અન્વયે હોડીંગસ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ મહાપાલિકાના એસ્ટેટ અને દબાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments