Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપંચાસર રોડ પર મહાનગરપાલિકાના ટ્રેક્ટરમાંથી કચરો રોડ પર પડતો વીડિયો સામે આવ્યો

પંચાસર રોડ પર મહાનગરપાલિકાના ટ્રેક્ટરમાંથી કચરો રોડ પર પડતો વીડિયો સામે આવ્યો

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર સ્વચ્છ બને તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગાર્બેજ કલેક્શન સેન્ટર પણ રાખવામાં આવ્યા છે. ત્યારે મોરબીના પંચાસર રોડ પર મોરબી મહાનગરપાલિકાના ટ્રેક્ટરમાંથી કચરો નીચે પડતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

મહત્વનું છે કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટર મારફતે કચરો એકત્ર કરીને તેનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવામાં આવતો હોય છે. પરંતુ મોરબી મહાનગરપાલિકાના મોટાભાગના ટ્રેક્ટરો ખુલ્લા હોવાના કારણે અનેક વખત ટ્રેક્ટર કચરો લઈને જતું હોય છે ત્યારે રસ્તા પર કચરો પડતો હોય છે. જેના કારણે રસ્તા પર ગંદકી થાય છે. ત્યારે આ ટ્રેક્ટરને જો ઢાંકીને અથવા પેક વાહનોમાં કચરો લઈ જવામાં આવે તો આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય. ત્યારે મહાનગરપાલિકા આ મુદ્દે ધ્યાન આપે તેવું લોકો જણાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments