મોરબીના જાંબુડિયા ગામે એરો કંપની સામે કેબિન ધરાવતા પિતા પુત્ર સાથે બાફેલા ઈંડા બાબતે ઝઘડો કરી બે શખ્સોએ ધાક ધમકી આપ્યા બાદ કંપનીના શેઠે આવી પિતા પુત્રોને કેબિન સળગાવી નાખવા ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો..
મોરબીના જાબુંડિયા ગામે રહેતા અને છૂટક વ્યાપર કરતા મહેશભાઈ વિરજીભાઈ ખરા ઉ.42 નામના વેપારીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બે અશોકભાઈ પટેલ અને અન્ય અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના સાંજે બે માર્ગો મેક્સ કંપનીમાં કામ કરતા બે અજાણ્યા માણસો 50 બાફેલા ઈંડા લેવા આવ્યા હતા. જે સમયે ઈંડા હાજરના ન હોય આરોપીને થોડી વાર રાહ જોવાનું કહ્યું હતું. જો કે, ઈંડા લેવા આવેલ શખ્સ નશાની હાલતમાં હોય જલ્દી ઈંડા આપવાનું કહી ઝઘડો કર્યો હતો અને પોતાના શેઠ અશોકભાઈ પટેલને બોલાવતા અશોકભાઈએ પણ ઝઘડો કરી ગાળો આપી બુસટ મારી કેબિન સળગાવી નાખવા ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે મહેશભાઈ વિરજીભાઈ ખરાએ તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.











