Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના આમરણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, એક નાસી છૂટ્યો

મોરબીના આમરણ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, એક નાસી છૂટ્યો

ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા દરમિયાન રૂ.1,59,300 કબ્જે કર્યા

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં જીવાપર જવાના રસ્તે આવેલ ચેકડેમ પાછળ ખરાબામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડી પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 1,59,300 સાથે ઝડપી લીધા હતા.દરોડા દરમિયાન એક આરોપી નાસી ગયો હતો.

મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, આમરણથી જીવાપર જવાના રસ્તે ચેકડેમ પાછળ સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડિયા, અસલમમિયા સુલતાનમિયા બુખારી, ધીરજલાલ વાલજીબાઈ બોપલીયા, પ્રવીણભાઈ રાઘવજીભાઈ લિખિયા, ગૌતમભાઈ અમૃતભાઈ લિખિયા રહે.તમામ આમરણ વાળા બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 1,59,300 સાથે ઝડપાઇ ગયા હતા.દરોડા દરમિયાન આરોપી નિઝામ ફારુકમિયા રહે.આમરણ વાળો નાસી જતા ક્રાઇમબ્રાન્ચે તમામ છ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments