હળવદ તાલુકાના ધનાળા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે સફળ રેડ કરી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂ. 33,100 ની રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ટી. વ્યાસની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ધનાળા ગામની સીમમાં બ્રાહ્મણી નદીના પટમાં બાવળની કાંટ વચ્ચે જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન ચાર આરોપીઓ ચંદુ ઉર્ફે સંજય રાણાભાઈ જિંજૂવાડીયા (રહે. જુના ધનાળા, તા. હળવદ, જી. મોરબી), વિજય ધીરુભાઈ સાંતલપરા (રહે. મહેન્દ્રનગર, ક્રાંતિજ્યોત પાછળ, તા. મોરબી), સુરેશ ઠાકરશીભાઈ સોનાગ્રા (રહે. શોભેશ્વર પાર્ક, જુના ઘુંટુ રોડ, મોરબી-૨), સુરેશ રમેશભાઈ જિંજૂવાડીયા (રહે. સલાટ ફળી, હળવદ, તા. હળવદ, જી. મોરબી)ને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે એક આરોપી કિરણ જીલુભાઈ જુવાડીયા (રહે. જુના ધનાળા, તા. હળવદ, જી. મોરબી)નાસી જવામાં સફળ થયો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 33,100 રોકડ મુદામાલ જપ્ત કરી તેમના વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.









