Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સામા કાંઠા વિસ્તારના બાકી કામો શરૂ કરવા કમિશનરને લેખિત રજૂઆત

મોરબીના સામા કાંઠા વિસ્તારના બાકી કામો શરૂ કરવા કમિશનરને લેખિત રજૂઆત

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 4 (નવો વોર્ડ નં. 5)માં અધૂરા કામો ચાલુ કરવા બાબતે ભાજપના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકાના સામા કાંઠે આવેલા વોર્ડ નં. 4 (નવો વોર્ડ નં. 5)માં બાકી રહેલા કામો તાત્કાલિક ચાલુ કરવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં કામો અટકેલા છે. રોડ રસ્તાના કામો ચાલુ કરવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત આંગણવાડી બનાવવા માટે, કોમ્યુનિટી હોલ, સો-ઓરડી બાલા હનુમાન મંદિર રોડના શેરીના ટુકડા બનાવી અથવા પોટરી શાળાથી અંબિકા ગરબી ચોક સુધી પેવર બ્લોક ફીટ કરવા ઉપરાંત નવા વિસ્તારમાં સમાવિષ્ટ ભડીયાદ જવાહર સોસાયટી, જીવરાજ પાર્ક, બૌદ્ધનગર, રામદેવપીરનો ઢોરો આ તમામ નવા વિસ્તારોમાં તમામ સુવિધાઓ આપવા નાગરિકોની વિનંતી હોય આ તમામ કામો પૂર્ણ કરવા જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments