મોરબીના લાલપર પાસે હાઇવે પર ઇકો અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો બોલેરોની પાછળ ઘુસી ગઈ હતી. ઇકો ચાલક અંદર ફસાય ગયો હોય, સંતકૃપા ક્રેનના મયુરભાઈ અઘારા દ્વારા ક્રેન વડે રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં ઇકો ચાલકને બહાર કાઢી આયુષ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.











